Gujarati Quotes

 1. એકવાર મર્યાદા ઓળંગ્યા પછી પાછું મર્યાદાની અંદર જવાનું મનુષ્યને માટે મુશ્કેલ છે . સમાજનો અન્યાય મૂંગા મૂંગા સહન કરવો તે અધર્મ છે .
 1. દેવું, અગ્નિ અને વ્યાધિ, એ થોડાં બાકી રહેલ હોય તો પણ પાછાં વધી જાય છે; તેટલા માટે તેનો સમૂળગો નાશ કરવો .
 1. આસુરી સંપત્તિ ખસે નહિ ત્યાં સુધી દૈવી સંપત્તિ આવેજ નહિ .
 1. અન્યાય થી પેદા કરેલું દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે અને અગિયારમું વર્ષ આવતાં તે મૂળ સહીત નાશ પામે છે .
 1. સ્વાર્થમાંથી પરમાર્થ જવા પ્રેરે અને રાગમાંથી ત્યાગ તરફ જવા દોરે એનું નામ વિવેક .
 1. વિલાસનું તત્વ જ્યારથી જીવનમાં પ્રાધાન્ય ભોગવતું થાય છે ત્યારથી જીવન-વિકાસ રૂંધાવા માંડે છે .
 1. શાંતિ નો આધાર સાધનમાંથી નહિ, પરંતુ સંયમ અને સંતોષ પર નિર્ભર છે .
 1. જીવ ગુપ્તાનંદ છે . જગત નિરાનંદ છે . હરિ પૂર્ણાનંદ છે . તેથી સુખની ઈચ્છાવાળા જીવોએ ભગવાનની સેવા કરવી, જેનાથી જીવનમાં આનંદનો આવિર્ભાવ થાય . વસ્તુતઃ શ્રીકૃષ્ણની સેવા એજ સ્વધર્મ છે .
 1. જ્ઞાનને ક્રિયામાં મુકવું તેનું નામ યજ્ઞ .
 1. જો ગૃહસ્થાશ્રમનું સાધન ધન છે, તો ધનનું સાધન ધર્મયુક્ત ધંધો છે .
 1. જેના શુદ્ધ અને સ્વસ્થ શરીરમાં શુદ્ધ અને સ્વસ્થ મન નિવાસ કરે તેનું નામ નીરોગી .
 1. ત્યાગના મૂળમાં નિષ્ફળતાનો વિવાદ નહિ, સમજપૂર્વકનો વિવેક હોવો જોઈએ .
 1. પ્રત્યેક પળે ભલા થજો . પ્રત્યેક પગલે ભલું કરજો .
 1. સૂર્યોદય પહેલાં સ્નાન કરે, મધ્યાહ્ન પહેલાં ભોજન કરે, સંધ્યા પહેલાં કામકાજથી પરવારી રહે અને રાત્રિ સમયે ઈશ્વર-સ્મરણ કરતાં કરતાં સમયસર શયન કરે, એને આંગણે સુખશાંતિ કાયમ રહે .
 1. કથાવાર્તા અને ભજન ફક્ત એટલુંજ સૂચવે છે; આચાર શુદ્ધ રાખો, દુઃખી પર કરુણા કરો અને ઈશ્વરનું સ્મરણ કરો .
 1. જીવન પંથમાં ગાફેલ રહે તે ઝેર પામે અને સાવધ રહે તેને સુધા મળે .
 1. આપણાથી મોટા તરફ સહનશીલતા, નાના તરફ દયા, સમાન વયની સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમ-વર્તાવ કરવાથી સર્વાત્મ હરિ પ્રસન્ન થાય છે .
 1. મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું .
 1. કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે; માટે મન શુદ્ધ કરો .
 1. પવિત્રતા અને શુદ્ધ ચારિત્ર્ય મેળવવાનો જે કોઈ અંતઃકરણ પૂર્વક યત્ન કરશે, તેને કદી પણ બીજાની ઈર્ષ્યા આવશે નહિ .
 1. ઈશ્વર પ્રેમમય અને જ્યોતિર્મય છે; જેથી દ્વેષ રૂપી અંધકાર દૂર થાય .
 1. “માં”ને ઓળખવા વાળાજ મહાત્માને સમજી શકે છે . “માં”ને ઓળખવા વાળાજ પરમાત્માને સમજી શકે છે . મહાત્મા અને પરમાત્મા પણ તેજ બની શકે છે, જે “માં”ને ઓળખી શકે છે .
 1. મા-બાપની સાચી વિરાસત પૈસા અને પ્રસાદ નહીં, પ્રામાણિકતા અને પવિત્રતા છે .
 1. કરુણા સર્વને સેવવા યોગ્ય છે, લક્ષ્મી નહિ .

ધર્મ એ અખંડ પ્રકાશ છે, દીવો નહિ .

સત્કીર્તિ એજ સાચું સૌન્દર્ય છે, જુવાની નહિ .

પુણ્યો એજ સ્થિર છે, જીવન નહિ .

 1. ખોટે ખોટા ફરવું નકામું, આવડત વિનાનું તરવું નકામું ।

જરૂરથી ઝાઝું ભરવું નકામું, મોત વગરનું મરવું નકામું ।।

 1. દુરિજન બહુ સામા નકામા, સજ્જન સાથે ઉધામા નકામાં ।

સાસરિયામાં બહુ ધામા નકામાં, મા વિનાના મામા નકામાં ।।

 1. પ્રસન્ન દામ્પત્ય માટે – પાંચ સૂત્રો:

વહેમ છોડો – વિશ્વાસ જોડો

જીદ ટાળો – અહમ ગાળો

ફરજ જાણો – અધિકાર માણો

હૂંફ આપો – હેત રાખો

માફ કરો – સાફ રહો

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: