રસિયા પાટણ શહેરને પાદર

રસિયા પાટણ શહેરને પાદર

પારસ   પીપળો   રે   લોલ

રસિયા   તીયાં  રે  બંધાવો

હાલણ  હીંચકો    રે   લોલ

 

રસિયા  તીયાં  રે  હીંચકીએ

આપણ બેઉ  જણાં  રે  લોલ

રસિયા  હીંચકડો  તૂટ્યો  ને

પડિયા બેઉ  જણાં  રે  લોલ

 

રસિયા અમને રે  વાગ્યું   ને

તમને ઘણી  ખમ્મા રે  લોલ

રસિયા રીંસે  ભરતી બોલું કે

તમને ઘણી  ખમ્મા  રે લોલ

 

રસિયા  તમને  તે  પરણાવું

વાણિયણ  વેવલી  રે  લોલ

રસિયા  પાણીની   ભરનારી

વાણિયણ  વેવલી  રે  લોલ

 

રસિયા  તમને  તે  પરણાવું

ગામ  ગરાસણી    રે  લોલ

રસિયા   ચાકળડે  બેસનારી

ગામ  ગરાસણી    રે  લોલ

 

રસિયા  કિયો  તો  પરણાવું

નાગર  ભ્રામણી   રે   લોલ

રસિયા   રસોઈની  કરનારી

નાગર  ભ્રામણી   રે  લોલ

 

રસિયા પાટણ શહેરને પાદર

વાણીડાના  હાટ છે  રે લોલ

રસિયા ત્યાંથી  તે  વોરો  રે

નવરંગ  ચૂંદડી   રે   લોલ

રસિયા ચૂંદલડી  ઓઢ્યાના

અમને  કોડ  ઘણા  રે લોલ

 

રસિયા પાટણ શહેરને પાદર

મણિયારાના હાટ છે રે લોલ

રસિયા ત્યાંથી તે  ઊતરાવો

નવરંગ  ચૂડલો   રે   લોલ

રસિયા  ચૂડલડો   પહેર્યાની

અમને  હોંશ  ઘણી  રે લોલ

 

રસિયા પાટણ શહેરને પાદર

સોનીડાના હાટ  છે  રે લોલ

રસિયા   ત્યાંથી  તે  ઘડાવો

ઝાલ   ઝૂમણાં    રે    લોલ

રસિયા ઝાલ ઝૂમણાં પેર્યાની

અમને  ખંત  ઘણી રે  લોલ

 

રસિયા  પીપળિયાની   ડાળે

બાંધ્યો   હીંચકો    રે  લોલ

રસિયા ઈ  હીંચકડે  ઝૂલીએ

આપણ બેઉ  જણાં  રે  લોલ

Normal
0

false
false
false

MicrosoftInternetExplorer4

રસિયા પાટણ શહેરને પાદર

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin:0in;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:10.0pt;
font-family:”Times New Roman”;
mso-ansi-language:#0400;
mso-fareast-language:#0400;
mso-bidi-language:#0400;}

Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: