આલા તે લીલા વનની વાંસલડી

(કન્યા વિદાય)

આલા તે લીલા વનની વાંસલડી 
        એ તો શેરી-શેરીએ વાજંતી જાય

દાદાને અતિ વહાલાં અમીબેન રે
        એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી દિકરી રે
        તમને આપું  હું કાલે   વિદાય
હવે કેમ રોકાઉં મારા દાદા રે
        સાથ મારો  સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી 
        એ તો શેરી-શેરીએ વાજંતી જાય

માતાને અતિ વહાલાં અમીબેન રે
        એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી કુંવરી રે
        તમને આપું  હું  કાલે  વિદાય
હવે કેમ રોકાઉં મારી માડી રે
        સાથ મારો  સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી 
        એ તો શેરી-શેરીએ વાજંતી જાય

વીરાને અતિ વહાલાં અમીબેન રે
        એ તો પરણીને સાસરિયે જાય
એક દિ રોકાઓ મારી બેની રે
        તમને આપું  હું  કાલે  વિદાય
હવે કેમ રોકાઉં મારા વીરા રે
        સાથ મારો  સાસરિયાંનો જાય

આલા તે લીલા વનની વાંસલડી 
        એ તો શેરી-શેરીએ વાજંતી જાય
Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: