અંબા માંના ઊંચા મંદિર

અંબા માંના ઊંચા મંદિર નીચા મો’લ
ઝરૂખડે દીવા બળે રે લોલ …

અંબા માંના ગોખ ગબ્બર અણમોલ
શિખરે શોભા ઘણી રે લોલ …

આવી આવી નવરાત્રિની રાત કે
બાળકો રાસ રમે રે લોલ …

અંબેમાં ગરબે રમવા આવો કે
બાળ તારા વિનવે રે લોલ …

અંબે માંને શોભે શણગાર કે
પગલે કંકુ ઝરે રે લોલ …

રાંદલ માં રાસે રમવા આવો કે
મુખડે ફૂલડાં ઝરે રે લોલ …

બહુચર ગરબે રમવા આવો કે
આંખથી અમી ઝરે રે લોલ…

આ તારું દિવ્ય અનુપમ તેજ તે
જોઈ મારી આંખ ઠરે રે લોલ…

ગરબો તારો બાળ ગવરાવે કે
મસ્તાન તારા પાયે રે લોલ…

Advertisements

Create a free website or blog at WordPress.com.