અમે મહિયારા રે

અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા , મહિયારા રે  ………….. ગોકુળ ગામના

મથુરાની વાટે મહીં વેચવાને નીસરી ,
નટખટ નંદનો કિશોર માંગે છે દાણ જી
મારે દાણ લેવાને દેવા, મહિયારા રે  ………….. ગોકુળ ગામના

માવડી યશોદાજી કાનજીને વારો
દુઃખડા દીયે હજાર બહુ એ સતાવતો
મારે દુઃખ સહેવાં ને કહેવાં , મહિયારા રે  ………….. ગોકુળ ગામના

યમુનાને કાંઠે કાન વાંસળી વગાડતો
ભુલાવે ભાન સાન ઊંઘથી જગાડતો
મારે જોવું ને જાવું , મહિયારા રે  ………….. ગોકુળ ગામના

મહેતા નરસિંહનો સ્વામી લાડકડો કાનજી
ઉતારો આતમથી ભવભવના પારથી
નિર્મળ હૈયાની વાત કહેવા , મહિયારા રે  ………….. ગોકુળ ગામના

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: