ઝૂલણ મોરલી વાગી રે

	ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
	હાલો હાલો ને જોવા જાયેં રે
	
	મોરલી વાગી રે, રાજાના કુંવર
	ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર

	પીતળિયા પલાણ રે
	બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર

	દસેય આંગળીએ વેઢ રે
	માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર

	કિનખાબી સુરવાળ રે
	પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર

	ચાલે ચટકતી ચાલ્ય રે
	ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

	હાલો હાલો ને જોવા જાયેં રે
	મોરલી વાગી રે, રાજાના કુવર

Blog at WordPress.com.

%d bloggers like this: