હે રંગલો જામ્યો

હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા
હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ 

હે હાલ્ય હાલ્ય હાલ્ય
વહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાત
છોગાળા તારા
હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ

હે રંગરસીયા
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠાં
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં
હે તને બરકે તારી જશોદા તારી માત
છોગાળા તારા
હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ 
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ 

મારા પાલવનો છેડલો મેલ, છોગાળા ઓ છેલ
કે મન મારું મલકે છે
એ હું મોરલો ને તું તો મારી ઢેલ
હું છોડવો તું વેલ
કે મન મારું ધડકે છે

રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા
હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ

 

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: