અંબા અભયપદ દાયની રે

અંબા અભયપદ દાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની …

અંબા અનાથના નાથની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની …

હેમે હિંડોળે હિચકે રે , હીંચે આરાસુરી માત ભીડ ભંજની …

સખીયો સંગાથ રમે ગોકડી રે, આવી આઠમની રાત ભીડભંજની …

અંબા અભયપદ દાયિની રે 

સર્વ આરાસુરી ચોકમાં રે, આવો તો રમીએ રાસ ભીડભંજની …

એવે સમયે આકાશથી રે, આવ્યો  કરુણ પોકાર ભીડભંજની …

કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મુને સાદ ભીડભંજની …

મધ દરીયે તોફાનમાં રે, માડી ડુબે મારું વહાણ  ભીડભંજની …

અંબા અભયપદ દાયિની રે 

કીધી કમાણી શું કામની રે, જવા બેઠા જ્યાં પ્રાણ ભીડભંજની …

વાયુ ભયંકર ફૂંકતો રે, આ વેરી થયો વરસાદ ભીડભંજની …

પાણી ભરાણાં વહાણમાં રે, એ કેમ કાઢીયા જાય ભીડભંજની …

આશા ભર્યો  હું આવીઓ રે, વહાલા જોતા હશે વાટ ભીડભંજની …

અંબા અભયપદ દાયિની રે 

હૈયું રહે નહિ હાથમાં રે, આજ દરીયે વાળ્યો દાટ ભીડભંજની …

મારે તમારો આશરો રે, આવો આવોને મારી માત ભીડભંજની …

અંબા હિંડોળેથી ઉઠીયા રે, ઉઠ્યા આરાસુરી માત ભીડભંજની …

સખીઓ તે લાગી પૂછવા રે, તમે ક્યાંરે કીધા પરિયાણ ભીડભંજની …

અંબા અભયપદ દાયિની રે 

વાત વધુ પછી પૂછજો રે, આજ બાળ મારો ગભરાય ભીડભંજની …

ભક્ત મારો ભીડે પડ્યો રે, હવે મારાથી કેમ ખમાય ભીડભંજની …

આવું કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડભંજની …

ત્રિશુળ લીધું હાથમાં રે, તાર્યું વણિકનું વહાણ ભીડભંજની …

અંબા અભયપદ દાયિની રે 

એવું અમારું તારજો રે, માતા છો દીનદયાળ ભીડભંજની

ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડભંજની

પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની

ભીડ સેવકની ભાંગજો રે, આ સમરે કરજો સહાય ભીડભંજની

અંબા અભયપદ દાયિની રે 
Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: