ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત

ઝુલે ઝુલે છે ગબ્બરની માત, અંબા ઝૂલે છે

એ તો ઝૂલે ને ઝૂલવાની હોશ ઘણી

ભક્તો ઝુલાવે ખમ્મા માં ખમ્મા કરી

ભક્તો ગાયે ને માં ખુશી થાય, અંબા ઝૂલે છે …

માના દરવાજે નોબતો ગડગડે

વળી શરણાઈના સુર સાથે ભળે

રાસ ગરબાના સુર સંભળાય, અંબા ઝૂલે છે …

માના સોના હિંડોળે છે રાતનો જડ્યાં

ઝુલે સાચાં મોતીડાં ના તોરણ મઢ્યા

માંહી ઝળકે છે જ્યોત અપાર , અંબા ઝૂલે છે …

માએ સોળે આભુષણ અંગે ધર્યા

ભાલે કેશર કંકુના છે અર્ચન કર્યા

હાથે ત્રિશૂળ ખડગ સોહાય, અંબા ઝૂલે છે …

માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે

આપ ચાલો ત્યાં કુમકુમના પગલાં પડે

વરસે કુમકુમનો વરસાદ, અંબા ઝૂલે છે …

ભક્તો ગબ્બર ચડે ને ગાન કરે

ભૂખ થાક તરસનું ના નામ ધરે

કરવા દર્શન બન્યા છે બેભાન, અંબા ઝૂલે છે …

આજે શોભા આરાસુરની નવલી બની

ગરબા ગાયે સૌ નરનારી સાથે મળી

દેજો દર્શન અંબામાં સદાય, અંબા ઝૂલે છે …

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: