પાનેતર મારા શ્યામનું

પાનેતર મારા શ્યામનું

મેં તો પહેર્યું પાનેતર મારા શ્યામનું રે લોલ
મારે પરણીને જાવું ગોકુળ સાસરે રે લોલ
મારો માંડવો માધવ કુળનો, મારી જાન જાદવ કુળની
મારો પરણ્યો આવે છે ગોકુળ ગામથી રે લોલ
મારો મોડીયા  મોહન વરનો, મારી વરમાળા વિઠ્ઠલ વરની
મેં તો ટીલડી છોડી છે ત્રીકમરાયની રે લોલ
મારી નથણી નંદ કુંવરની, મારો હાર હળદર વીરનો
મારો ચૂડલો રંગ્યો છે રસીયે રંગમાં રે લોલ
મારો પરણ્યો ગોકુળ વાળો મારે માથે હજાર હાથ વાળો
હું તો દાસી બની છુ વલ્લભજી કુળની રે લોલ
એ મારો શામળિયો સ્વામી, મારી જુગલે જોડી જાગી
મેં તો મીંઢણ બાંધ્યા છે હરિના નામના રે લોલ

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.