શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:  શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:  શ્રીકૃષ્ણ: શરણં મમ:	....

કદમ્બ     કેરી     ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જમુના     કેરી     પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ     ચોરાસી     કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ     કુંડની    સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલ કમલ પર  મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ   ડાળ  પર   પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વૃંદાવનના          વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની       ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ  કુંજ   વન  ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના       રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ     રમંતા    ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ   ચરાવતા    ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજાં      ને   તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ   ને    તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
નૃત્ય    કરંતી      નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર      કેરી     ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે     -     પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ     લોક     બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર     સરોવર    ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર     પત્ર     શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબ - લીંબુ   ને   જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ       હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના         લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના         ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનને         શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી   ગલી  ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ      સ્વર    સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:	
કળા      કરંતા     મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પુલિન   કંદરા   મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી   યમુનાજીની  લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા     ડાળે    કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના        ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ    જગતમાં  વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી  જનનાં      હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ    વિયોગે   આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી   વૈષ્ણવ   સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર   વીણા   વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની      સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર     સૂર્ય    આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના       મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ    પ્રહર    આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ   વ્યાકુળ  થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર    મન    માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ  ચરણ  અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: