પ્રભો અંતર્યામી

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા

પિતા-માતા-બંધુ, અનુપમ સખા હીતકરણા,

પ્રભા કીર્તિ કાન્તિ ધન-વિભવ સર્વ સ્વજનના,

નમું છું વંદું છું, વિમલમુખ સ્વામી જગતના.

 

સહુ અદભૂતોમાં, તુંજ અદભુત સ્વરૂપ નિરખું

મહા જ્યોતિ જેવું, નયન શશિને સૂર્ય સરખું;

દિશાઓની ગુફાઓ, પૃથ્વી ઉંડુ આકાશ ભરતો

પ્રભો તે સૌથીઍ, પર પરમ તું દૂર ઉડતો.

 

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું છે

તું સૃષ્ટિ ધારે છે સૃજન પલટયે નાથ તું છે

અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું છે

અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું છે .

 

પિતા છે એકાકી જડ સકળને ચેતન તણો

ગુરૂ છે મોટો છે જન કુળ તણો પૂજ્ય તુ ઘણો

ત્રણે લોકે દેવા નથી તુંજ સમો અન્ય ન થશે

વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે

 

વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિષે વાસ વસતો

તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો

નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો

નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો

 

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા

મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા

તું હીણો હું છું તો, તુજ દરસના દાન દઈ જા

 

પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે

અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે

વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી

દયાના પુણ્યોના તુજ પ્રભુ ! મહાસાગર ભણી

 

થતું જે કાયાથી, ઘડીક-ઘડી વાણીથી ઉચરુ,

કૃતિ ઇંદ્રિયોની, મુજ મંન વિષે ભાવ જે સ્મરુ,

સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરુ,

ક્ષમા દ્રષ્ટે જોજો, તુજ ચરણમા નાથ જે ધરૂં.

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: