અમે બાલમંદિરમાં

હાં રે અમે બાલમંદિરમાં ભણિયે

હાં રે અમે નવી નવી વાતો શીખિયે

અમે સંગીતના વર્ગમાં જઈએ

અમે નીત નવા ગીતો ગાઈએ

 

અમે ઢોલકના થાપ પર નાચિયે

હાં રે અમે બાલમંદિરમાં ભણિયે

હાં રે અમે નવી નવી વાતો શીખિયે

 

અમે નાનકડાં બંગલા બનાવિયે

અમે માટીના રમકડાં બનાવિયે

 

અમે કાગળની હોડી બનાવિયે

હાં રે અમે બાલમંદિરમાં ભણિયે

હાં રે અમે નવી નવી વાતો શીખિયે

 

અમે બાગમાં હીંચકા ખાઈએ

અમે લસરપટ્ટીમાં લસરિયે

 

અમે ચકડોળમાં બેસી ફરિયે

હાં રે અમે બાલમંદિરમાં ભણિયે

હાં રે અમે નવી નવી વાતો શીખિયે

 

હાં રે અમે બાલમંદિરમાં ભણિયે

હાં રે અમે નવી નવી વાતો શીખિયે

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.