જલભેદ

जलभेद

नमस्कृत्य हरिं वक्ष्ये तद् गुणानां विभेदकान् |
भावान् विन्शतिधा भिन्नान् सर्वसंदेहवारकान् ||१||

गुणभेदास्तु तावन्तो यावन्तो हि जले मताः |
गायकाः कूप-संकाशा गन्धर्वा इति विश्रुताः ||२||

कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेऽपि सम्मताः |
कुल्याः पौराणिकाः प्रोक्ताः पारंपर्ययुता भुवि ||३||

क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्ति-हेतवः |
वेश्यादिसहिता मत्ता गायका गर्तसंज्ञिताः ||४||

जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः |
ह्रदास्तु पण्डिताः प्रोक्ता भगवच्छास्त्रतत्पराः ||५||

संदेह-वारकास्तत्र सूदा गम्भीर-मानसाः |
सरः कमल संपूर्णाः प्रेमयुक्तास्तथा बुधाः ||६||

अल्पश्रुताः प्रेमयुक्ता वेशन्ताः परिकीर्तिताः |
कर्मशुद्धाः पल्वलानि तथाल्पश्रुतभक्तयः ||७||

योगध्यानादिसंयुक्ता गुणा वर्ष्याः प्रकीर्तिताः |
तपोज्ञानादिभावेन स्वेदजास्तु प्रकीर्तिताः ||८||

अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्ता हरेर्गुणाः |
कादाचित्काः शब्दगम्याः पतच्छब्दाः प्रकीर्तिताः ||९||

देवाद्युपासनोद्भुताः पृष्वा भूमेरिवोद् गताः |
साधनादिप्रकारेण नवधा भक्तिमार्गतः ||१०||

प्रेमपूर्त्या स्फुरद्धर्माः स्यन्दमानाः प्रकीर्तिताः |
यादृशास्तादृशाः प्रोक्ताः वृद्धिक्षय-विवर्जिताः ||११||

स्थावरास्ते समाख्याता मर्यादैक प्रतिष्ठिताः |
अनेक जन्मसंसिद्धा जन्मप्रभृति सर्वदा ||१२||

संगादिगुणदोषाभ्यां वृद्धिक्षययुता भुवि |
निरन्तरोद्रमयुता नद्यस्ते परिकीर्तिताः ||१३||

एतादृशाः स्वतन्त्राश्चेत सिन्धवः परिकीर्तिताः |
पूर्णा भगवदीया ये शेष-व्यासाग्नि-मारुताः ||१४||

जडनारद-मैत्राद्यास्ते समुद्राः प्रकीर्तिताः |
लोकवेदगुणैर्मिश्र-भावेनैके हरेर्गुणान ||१५||

वर्णयन्ति समुद्रास्ते क्षाराद्याः षट् प्रकीर्तिताः |
गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः ||१६||

सर्वानेव गुणान्विष्णोर्वर्णयन्ति विचक्षणा: |
तेमृतोदाः समाख्यातास्तद्वाक्यानं सुदुर्लभम् ||१७||

तादृशानां क्वचिद्वाक्यं दुतानामिव वर्णितम् |
अजमिलाकर्णनवद्-बिन्दुपानं प्रकीर्तितम् ||१८||

रागाज्ञानादि-भावानां सर्वथा नाशनं यदा |
तदा लेहनमित्युक्तं स्वानंदोद्गमकारणम् ||१९||

उद्धृतोदकवत्सर्वे पतितोदकवत् तथा |
उक्तातिरिक्त-वाक्यानि फलं चापि तथा ततः ||२०||

इति जिवेन्द्रियगता नानाभावं गत भुवि |
रूपतः फलतश्चैव गुणा विष्णोर्निरुपिताः ||२१||

Gujarati Padyanuvad (Poetic Translation) – જલભેદ

વંદી શ્રીહરિને વર્ણું તેમના ગુણભેદના
ભિન્નભિન્ન વીસ ભાવો, સૌ સંદેહ નિવારક .૧|

જેટલા જળના ભેદ, ગુણભેદોય તેટલા,
ગંધર્વો જેહ ક્હેવાયે, ગાયકો તે કૂવા સમા .૨|

કૂવાના જેટલા ભેદ, તેટલા તેમનાય તે .
પરંપરા જગે વ્હેતી ન્હેર જેવા પુરાણીઓ .૩|

ક્ષેત્રે પેઠા ય તે તો છે હેતુ સંસારફાલના .
વેશ્યાદિ સાથના મસ્ત ગાયકો ગર્તની સમા .૪|

ખાળકૂંડી જ શા નીચ જે જીવે ગાન મૂલવી .
ભગવતશાસ્ત્રમાં લીન પંડિતો તો ધરા સમા .૫|

સંદેહ વારનારા ત્યાં મનના ગંભીર વાવ શા,
પ્રેમભીના જ્ઞાનીઓ તો પદ્મપૂર્ણ સરોવર .૬|

અલ્પજ્ઞાની પ્રેમભીના તે તો માન્યાં તળાવડા .
અલ્પજ્ઞાની અલ્પભક્તિ કર્મશુદ્ધો જ કુંડ શા .૭|

યોગધ્યાનાદિ ગુણવંતા વર્ષાવારિ સમા ગણ્યા .
તપોજ્ઞાનાદિ ભા’વાળા, સ્વેદના જળ-શા કહ્યા .૮|

અલૌકિક જ્ઞાનથી જે હરિના ગુણ ગાય, તે
વિરલા શબ્દસ્વામી કો ધોધ પડછંદના સમા .૯|

ભોમજન્મ્યા ઓસ જેવા દેવાદિના ઉપાસકો .
સાધનાદિ પ્રકારોથી નવધા ભક્તિમાર્ગથી ,૧૦|

પ્રેમભર્યા ધર્મફોર્યા, તે ભાખ્યા ઝરણા સમા .
જેહવા છે કહ્યા તેવા, વૃદ્ધિક્ષય થકી પર ,૧૧|

મર્યાદામાં ઠરેલા તો વર્ણવ્યા સ્થાવરો સમા .
અનેક જન્મના સિદ્ધો જન્મદીનથી સર્વદા .૧૨|

સંગાદિ ગુણદોષોથી વૃદ્ધિ ને ક્ષય પામતા
અખંડ વહતી ભોમે ભાખ્યા તે તો નદી સમા .૧૩|

એવા સ્વતંત્ર હો, તો તો કહે તેને મહાનદ .
શેષ વ્યાસ અગ્નિ વાયુ મૈત્રેય જડ નારદ,૧૪|

પૂરા ભગવદી એવા સમુદ્રો સરિખા કહ્યા .
હરિના ગુણ કો ગાયે, લોકવેદે કહ્યા ગુણે,૧૫|

મિશ્ર ભાવે, ક્ષારાદિ તે છ સમુદ્રો સમા ગણ્યા .
ગુણાતીતભાવે શુદ્ધ, સચ્ચિદાનંદ રૂપ જે ,૧૬|

‘સૌ ગુણો વિષ્ણુના’ એમ વર્ણે જેહ વિચક્ષણો
એ અમૃત સમા ભાખ્યા, તે વાણીપાન દુર્લભ .૧૭|

તાદૃશીના કોઈ વેણ, દૂતના સરિખા કહ્યાં ,
પૂર્વે અજામિલે ઝીલ્યાં સુધાબિંદુ સમાં જ જે .૧૮|

રાગઅજ્ઞાનાદિ ભાવો પામે સૌ નાશ જયારે
ત્યારે લેહન કહેવાયે, સ્વાનંદ આપનારું તે .૧૯|

કહાઢેલા જળ-શા સર્વે કે પડ્યા જળ-શા કહ્યા,
પૂર્વોક્તથી બીજા જેહ, ફળે તેવાં જ તેમનાં .૨૦|

ભોમે  નાના ભાવ પામ્યા, ફળથી કે સ્વરૂપથી,
જીવેન્દ્રિયે વસ્યા, એમ વર્ણવ્યા વિષ્ણુના ગુણો .૨૧|

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.