સન્યાસનિર્ણય

संन्यासनिर्णयः

पश्चात्तापनिवृत्त्यर्थ परित्यागो विचार्यते |
स मार्गद्वितये प्रोक्तो भक्तौ ज्ञाने विशेषतः ||१||

कर्ममार्गे न कर्तव्यः सुतरां कलिकालतः |
अत आदौ भक्तिमार्गे कर्तव्यत्वाद् विचारणा ||२||

श्रवणादिप्रवृत्यर्थं कर्तव्यश्चेत नेष्यते |
सहायसङ्गसाध्यत्वात् साधनानां च रक्षणात् ||३||

अभिमानान्नियोगाच्च तद्धर्मैश्च विरोधतः |
गृहादेर्बाधकत्वेन साधनार्थं तथा यदि ||४||

अग्रेऽपि तादृशैरेव सङ्गो भवति नान्यथा |
स्वयं च विषयाक्रान्तः पाखण्डी स्यात्तु कालतः ||५||

विषयाक्रान्तदेहानां नावेशः सर्वदा हरेः |
अतोत्र  साधने भक्तौ नैव त्यागः सुखावहः ||६||

विरहानुभवार्थं तु परित्यागः प्रशस्यते |
स्वीयबन्धनिवृत्त्यर्थं वेषः सोत्र न चान्यथा ||७||

कौण्डिन्यो गोपिकाः प्रोक्ता गुरुवः साधनं च तत् |
भावो भावनया सिद्धः साधनं नान्यदिष्यते ||८||

विकलत्वं तथास्वास्थ्यं प्रकृतिः प्राकृतं न हि |
ज्ञानं गुणाश्च तस्यैवं वर्तमानस्य बाधकाः ||९||

सत्यलोके स्थितिर्ज्ञानात संन्यासेन विशेषितात |
भावना साधनं यत्र फलं चापि तथा भवेत् ||१०||

तादृशाः सत्यलोकादौ तिष्ठन्त्येव न संशयः |
बहिश्चेत्प्रकटः स्वात्मा वह्निवत्प्रविशेद्यदि ||११||

तदैव सकलौ बन्धो नाशमेति न चान्यथा |
गुणास्तु संगराहित्याज्जिवनार्थं भवन्ति हि ||१२||

भगवान् फ़लरुपत्वान्नात्र बाधक इष्यते |
स्वास्थ्यवाक्यं न कर्तव्यं दयालुर्न विरुदध्यते ||१३||

दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्धयति नान्यथा |
ज्ञानमार्गे तु संन्यासो द्विविधोऽपि विचारितः ||१४||

ज्ञानार्थमुत्तराङ्ग्च सिद्धिर्जन्मशतैः परम् |
ज्ञानं च साधनापेक्षं यज्ञादिश्रवणान्मतं ||१५||

अतः कलौ स संन्यासः पश्चात्तापाय नान्यथा |
पाषण्डित्वं भवेच्चापि तस्माज्ज्ञाने न संन्यसेत् ||१६||

सुतरां कलिदोषाणां प्रवलत्वादिति स्थितः |
भक्तिमार्गेऽपि येद्दोषस्तदा किं कार्यमुच्यते ||१७||

अत्रारंभे न नाशः स्यात्दृष्टान्तस्याप्यभावतः |
स्वास्थ्यहेतोः परित्यागाब्दाधः केनास्य संभवेत् ||१८||

हरिरत्र न शक्नोति कर्तृ बाधां कुतोपरे |
अन्यथा मातरो बालान्न स्तन्यैः पुपुषुः क्वचित् ||१९||

‘ज्ञानीनामपि’ वाक्येन न भक्तं मोहयिष्यति |
आत्मप्रदः प्रियश्चापि किमथ मोहयिष्यति ||२०||

तस्मादुक्तप्रकारेण परित्यागो विधीयतां |
अन्यथा भ्रश्यते स्वार्थादिति मे निश्चिता मतिः ||२१||

इति कृष्णप्रसादेन वल्लभेन विनिश्चतं |
संन्यासावरणं भक्तावन्यथा पतितो भवेत् ||२२||

Gujarati Padyaanuvaad (Poetic Translation) – સન્યાસનિર્ણય 

પરિત્યાગ વિચારાયે પશ્ચાત્તાપ નિવારવા .૧

બે માર્ગોમાં કહ્યો ત્યાગ, વિશેષે ભક્તિ-જ્ઞાનમાં;
કર્મમાર્ગે ન તે હોય; ત્હેમાંયે કલિ-કાળમાં .૨

માટે પ્હેલાં ભક્તિમાર્ગે, કરવાનો તો, વિચારિયે .
શ્રવણાદિ સાધવા ક્હે કો કરવો, તો ન ઇષ્ટ તે,૩

સહાયસંગ અપેક્ષાએ, સાધનોનાં જ રક્ષણે;
અહંતાએ નિયોગે તો ધર્મનો જ વિરોધી તે .૪

તજે જો બાધકતાથી સાધનાર્થે ગૃહાદિ, તો
પછીયે સંગ એવાંનો થાય છે, નથી અન્યથા .૫

કાળ જતાં થાય પોતે પાખંડી, વિષયે ચડી,
વિષયે ચડ્યા દેહીને હરિ-આવેશ ના સદા .૬

તો ભક્તિ સાધવા હાવાં નથી ત્યાગ સુખાવહ .૭

વિરહ અનુભવવા વખાણ્યો પરિત્યાગને,
નિવારવા નિજ બંધો ભેખ છે, નહિ અન્યથા .૮

કૌનડિન્યે ગોપીઓ ભાખ્યાં ગુરુઓ; સાધનેય તે .
ભાવનાથી સીધે ભાવ સાધન તે, નહીં બીજું .૯

ઘેલા ને બહાવરા થાવું તે સ્વભાવ, ન લૌકિક;
હરિનાં ગુણ ને જ્ઞાન વિરહીને જ બાધક .૧૦

સંન્યાસે ખીલિયા જ્ઞાને સ્થિતિ તો સત્યલોકમાં;
ભાવના સાધન જેવું; તેહવું જ ફળે મળે .૧૧

તેહવા તો રહે છે જ સત્યલોકાદિમાં, ખરે!૧૨

બ્હાર જો પ્રગટી આત્મા પેસે ભીતર, અગ્નિ શો,
ત્યારે જ સઘળા બન્ધો નાશ પામે, ન અન્યથા .૧૩

ના થાવે હરિનો સંગ જિવાડે તેમને ગુણો .
ફળરૂપ હરિ, માટે આમાં બાધક તે નથી .૧૪

ન ભાખે સ્વાસ્થ્યનાં વેણ, વિરુદ્ધે હો દયાળુ ના .
દુર્લભ આ પરિત્યાગ; પ્રેમે સીધે, ન અન્યથા .૧૫

જ્ઞાનમાર્ગેય સંન્યાસ વિચાર્યો છે જ બે વિધે;
જ્ઞાનાર્થે, ઉત્તર અંગે, સો જન્મે જ સધાય તે .૧૬

યજ્ઞકથાદિ સાધનની અપેક્ષા માની જ્ઞાનને,
કલિમાં તેથી સંન્યાસ પસ્તાવાને, ન અન્યથા .૧૭

જન્મે પાખંડ, તે માટે જ્ઞાને સંન્યાસ ના ઘટે,
કલિમાં દોષનો દોર ભારે, મર્યાદ તેથી આ .૧૮

ભક્તિમાર્ગેય જો દોષ, તો શું કરવું તે કહું .૧૯

ન એ આરંભવે નાશ; એનું દૃષ્ટાંત એક ના;
સ્વસ્થિતિનો હેતુ ત્યાગે કોનો બાધ જ સંભવે?૨૦

હરિયે અહીંયા બાધા કરી શકે ન કો બીજો?
કરે, તો કદી માતાયે ધવરાવે ન બાળકને .૨૧

‘જ્ઞાનીનામ’ વાક્યથીયે તે માયા મોહે ન ભક્તને;
આત્મદાતાર-વ્હાલા છે, મોહે શા માટે તો હરિ ?૨૨

માટે કહી રીતે માત્ર સંન્યાસ કરવો ઘટે;
અન્યથા વીણસે અર્થ, મ્હારી એ મતિ નિશ્ચળ .૨૩

એમ કૃષ્ણપ્રસાદે આ ત્યાગનો ભક્તિમાર્ગમાં,
નિર્ણય વલ્લભે ભાખ્યો, થાયે પતિત અન્યથા .૨૪

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.