કેસરિયો જાન લાવ્યો
(માંડવાનું ગીત)
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યા મુનશી
એને બેસવા જોશે ખુરશી
રેશમની ઝુલવાળી ઝુલવાળી રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યા મોટા
દૂધે ભરી લાવો લોટા
એલચીને કેસરવાળા કેસરવાળા રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યા શેઠિયા
એને બેસવા જોશે તકીયા
રેશમની ઝુલવાળાં ઝુલવાળાં રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
જાનમાં તો આવ્યાં ગોરા
વેવાણ તમે આવો ઓરા
જાનમાં તો આવ્યાં બોરા
વેવાણ તમે લાવો દોરા
સોનાના ઢાળવાલા ઢાળવાળા રે
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે
Recent Comments