વ્હાલાને માખણ ભાવે રે

વ્હાલાને માખણ ભાવે રે વ્હાલાને મિસરી ભાવે રે

ઘારી ધરું ને ઘેબર ધરું ઘૂઘરા ધરું સહી
માલપુડા ને મીઠો દૂધપાક ધરું પણ માખણ જેવા નહીં ….. વ્હાલાને 

શીરો ધરું ને શ્રીખંડ ધરું સુતરફેણી સહી
સોળ પ્રકારની સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં ….. વ્હાલાને

વિધવિધના મેવા ધરું ને દૂધ સાકાર દહીં
ઉપર તાજા ઘી રેડું પણ માખણ જેવા નહીં ….. વ્હાલાને

વિધવિધના શાક ધરું ને ચટણી રાયતા સહી
છપ્પન ભોગની સામગ્રી ધરું પણ માખણ જેવા નહીં ….. વ્હાલાને

એક ગોપીએ જમવા તેડ્યાં પીરસી ઉભી રહી
ત્યારે વ્હાલાજી એમજ બોલ્યા પણ માખણ જેવા નહીં ….. વ્હાલાને

બીજી ગોપીએ જમવા તેડ્યા, માખણ ધર્યા અહીં
માખણ જોઇને માખણ ઘેલા થઇ નાચ્યા તા તા થેઈ ….. વ્હાલાને

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.