તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું

તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
તારા પગનું રે પગરખું ચમચમતું રે
મને ગમતું રે, આતો કહું છું રે શામળિયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું

પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
તને છેટો રે ભાળીને મન ભમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું

[હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું]

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું
ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે શામળિયા, તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે શામળિયા, તને અમથું

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.