મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહ્યા કરે
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે
દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્તોત્ર વહે
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તો એ સમતા ચિત્ત ધરું
વીર પ્રભુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાવે ….. મૈત્રી
Recent Comments