અમી ભરેલી નજરું રાખો

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડા કાપો મેવાડના શ્રીનાથજી
ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ આપો મેવાડના શ્રીનાથજી
હું દુઃખિયારી તારે દ્વારે આવી ઉભી શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી
તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી
બની સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી
વૈષ્ણવ તારો કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
મન મંદિરમાં વાસ તમારો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુઃખડા કાપો મેવાડના શ્રીનાથજી
ચરણકમળમાં લેજો અમને મેવાડના શ્રીનાથજી

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.