હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

કચ્છમાં અંજાર મોટા શે’ર  છે હો જી રે

તિયાં જેસલના હોઈ રે રંગ મો’લ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

જેસલને ઉતારા રે ઓરડાં હો જી રે

સતી તોળાંને મેડિયુંના મો’લ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

જેસલને  નાવણ  કૂંડિયું  હો રાજ

સતી તોળાંને જમુનાના નીર રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

જેસલને દાતણ  દાડમી હો જી રે

સતી તોળાંને કણેરીની કાંબ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

જેસલને ભોજન લાપસી હો જી રે

સતી તોળાંને કઢિયેલ  દૂધ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

જેસલને પોઢણ ઢોલિયાં હો જી રે

સતી તોળાંને હીંડોળા  ખાટ રાજ

હો રાજ !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

હે જી રે !

હળવે હાંકોને સતી ઘોડલાં જી રે

 

એ…ઈ… તોરલે

તોરલે   ત્રણ   નર   તારિયા

ને    સાંસતીયો    ને  સગીર

પણ જેસલ  જગતનો  ચોરટો

એ એને પળમાં ય કીધો પીર

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.