ઘડીયાળ મારું નાનું

ઘડીયાળ મારું નાનું

તે ચાલે છાનું માનું

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

એને  નથી  પાંખ

પણ ચાલે ફટફટ

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

ખાવાનું    નહિ  માગે

પણ ચાવી આપે ચાલે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

અંધારે       અજવાળે

સૌના વખતને સંભાળે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

દિવસ  રાતે   ચાલે

પણ થાક નહિ લાગે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

ટક ટક  કરતું  બોલે

જરા ય  નહિ   થોભે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

 

ઘડીયાળ મારું નાનું

તે ચાલે છાનું માનું

એ તો કેવી નવાઈ જેવી વાત છે

એ તો કેવી નવાઈ જેવી વાત છે

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.