સિદ્ધાંત મુક્તાવલી

सिद्धान्त मुक्तावली

नत्वा हरिं प्रवक्षयामि स्वसिद्धान्तविनिश्चयम् |
कृष्णसेवा सदा कार्या मानसी सा परा मता ||१||

चेतस्तत्प्रवणं सेवा तत्सिद्धये तनुवित्तजा |
ततः संसारदुःखस्य निवृत्तिर्ब्रंहबोधनम् ||२||

परम् ब्रह्म तु कृष्नोहि सच्चिदानन्दकं बृहत् |
द्विरूपं तद्धि सर्वं स्यादेकं तस्माद् विलक्षणम् ||३||

अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः |
मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा ||४||

तदेवैतत् प्रकारेण भवतीति श्रुतेर्मतम् |
द्विरूपं चापि गङ्गावज् ज्ञेयं सा जलरूपिणी ||५||

माहात्म्यसंयुता नृणां सेवतां भुक्तिमुक्तिदा |
मर्यादामार्गविधिना तथा ब्रम्हापि बुध्यताम् ||६||

तत्रैव देवतामुर्तिर्भक्त्या या दृश्यते क्वचित् |
गङ्गायां च विशेषेण प्रवाहाभेदबुद्धये ||७||

प्रत्यक्षा सा न सर्वेषां प्राकाम्यं स्यात्तया जले |
विहिताच्च फ़लात्तद्धि प्रतित्यापि विशिष्यते ||८||

यथा जलं तथा सर्वं यथा शक्ता तथा बृहत् |
यथा देवी तथा कृष्णस्तत्राप्येतदिहोच्यते ||९||

जगत् तु त्रिविधं प्रोक्तं ब्रह्मविष्णुशिवास्ततः |
देवतारूपवत् प्रोक्ता ब्रह्मणित्थं हरिर्मतः ||१०||

कामचारस्तु लोकेस्मिन् ब्रम्हादिभ्यो न चान्यथा |
परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः ||११||

अतस्तु ब्र्म्हवादेन कृष्णे बुद्धिर्विधियताम् |
आत्मनि ब्रम्हरुपेहि छिद्रा व्योम्नीव चेतनाः ||१२||

उषाधिनाशे विज्ञाने ब्रम्हात्मत्वावबोधने |
गङ्गातीरस्थितो यद्वद् देवतां तत्र पश्यति ||१३||

तथा कृष्णं परंब्रह्म स्वस्मिन्ज्ञानी प्रपश्यति |
संसारीयस्तु भजते स दूरस्थो यथा तथा ||१४||

अपेक्षित जलादीनांभावात् तत्र दुःखभाक् |
तस्मात् श्रीकृष्णमार्गस्थो विमुक्तः सर्वलोकतः ||१५||

आत्मानन्द समुद्रस्थं कृष्णमेव विचिन्तयेत् |
लोकार्थीचेद् भजेत्कृष्णं क्लिष्टोभवति सर्वथा ||१६||

क्लिष्टोपिचेद् भजेत्कृष्णं लोको नश्यति सर्वथा |
ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत्पूजोत्सवादिषु ||१७||

मर्यादास्थस्तु गङ्गायां श्रीभागवततत्परः |
अनुग्रहः पुष्टिमार्गे नियामक इति स्थितिः ||१८||

उभयोस्तु क्रमेणैव पुर्वोक्तैव फलिष्यति |
ज्ञानाधिको भक्तिमार्ग एवं तस्मान्निरूपितः ||१९||

भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः सर्वकर्मभिः |
अन्यथाभावमापन्न स्तस्मात्स्थानच्चनश्यति ||२०||

एवं स्वशास्त्रसर्वस्वं मया गुप्तं निरूपितं |
एतद् बुद्धवाविमुच्येत पुरुषः सर्वसंशयात् ||२१||

Gujarati Padyanuvad (Poetry Translation)

ભાખું છું, હરિને વંદી, નિશ્ચય સિદ્ધાંતનો નિજ
કૃષ્ણસેવા નિત્ય ધર્મ, શ્રેષ્ઠ તેમાંય માનસી ।।१

ચિત્ત પરોવાવું તે સેવા, સધાયે ધનદેહથી
જાય તેથી જગદુઃખો થાય છે બ્રમ્હબોધન ।।२

શ્રીકૃષ્ણ તો પરબ્રમ્હ, સચ્ચિદાનંદ અક્ષર
તેનાં બે રૂપ – આ વિશ્વ, બીજું તેથી વિલક્ષણ ।।३

તે પહેલા – વિશ્વને માટે વાદીઓ બહુધા વદે
માયિક, સગુણ, કાર્ય, સ્વતંત્ર ને અનેકધા ।।४

ને તે તો આ પ્રકારેજ થાય એમ શ્રુતિ ભણે
તેનાં બે રૂપ ગંગાવત જાણવાં – જલરૂપ ને ।।५

માહાત્મ્ય સાથ સેવતાં નરને ભોગમોક્ષદા
મર્યાદામાર્ગની રીતે, એમ બ્રમ્હ જ જાણવું ।।६

તેમાં જે મૂર્તિ દેવીની દેખાયે ભક્તિથી ક્વચિત
વ્હેણે અભેદ બુદ્ધિથી, ગંગામાં તે વિશેષતઃ ।।७

ન તે દેખાય સર્વેને, છે પ્રાકામ્ય જ તે જલે
શાસ્ત્ર ભાખ્યાં ફલોથી ને પ્રતીતિથીય તે વધે ।।८

જેમ પાણી તેમ વિશ્વ ને શક્તિ તેમ અક્ષર
જેમ દેવી, તેમ કૃષ્ણ, તોયે કહું છું એટલું ।।९

ત્રિવિધ વિશ્વને ભાખ્યું, ને બ્રમ્હા વિષ્ણુ ને શિવ
અધિદેવ રૂપે ભાખ્યાં, બ્રમ્હમાં જ હરિ ગણ્યા ।।१०

ને કામ ચાર આ લોકે બ્રમ્હાદિથી, ન અન્યથા
પરમાનંદ રૂપે તે કૃષ્ણમાં – નિજ આત્મમાં।।११

તો બ્રમ્હવાદથી બુદ્ધિ શ્રીકૃષ્ણમાં કરાવવી
આત્મત્વે તો છિદ્ર આભે, બ્રમ્હમાં તેમ ચેતના ।।१२

અવિદ્યા નાશે વિજ્ઞાન આત્મામાં બ્રમ્હાબોધનું
ગંગાતીરે વસ્યો જેમ પેખે ત્યાં દેવમૂર્તિને ।।१३

તેમ કૃષ્ણ પરબ્રમ્હ પોતામાં જ્ઞાની પેખતો
જે રીતે દૂર વાસી કો વાંછે જલાદિને, અને ।।१४

નાં મળ્યે દુઃખને પામે, તેવું સંસારી ભક્તનું
માટે શ્રીકૃષ્ણનો ભક્ત છૂટી આ લોક સર્વથી ।।१५

આત્માનંદ સમુદ્રે જ વસી શ્રીકૃષ્ણ ચિંતવે
લોકાર્થે જો ભજે કૃષ્ણ, પામે તો કલેશ સર્વથા ।।१६

કલેશ છતાં ભજે કૃષ્ણ, તો ભાગે લોક સર્વથા
જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી રહે પૂજા ઉત્સવાદિમાં ।।१७

મર્યાદી તો ગંગતીરે ભાગવત પરાયણ
મર્યાદા એ, પુષ્ટિમાર્ગે અનુગ્રહ નિયામક ।।१८

ક્રમે ક્રમે જ બંનેને પૂર્વે ભાખેલું સૌ ફળે
જ્ઞાનાધિક ભક્તિમાર્ગ, એમ તેથી જ વર્ણવ્યો ।।१९

ભક્તિહીણો તીરવાસી, પામીને ભાવ અન્યથા
પડે છે તેય સ્થાનેથી, સ્વકર્મે દુષ્ટ જેમ કો ।।२०

એમ સ્વશાસ્ત્રનો સાર, ગુપ્ત આ વર્ણવ્યો જ મેં
એ જાણીને મનુષ્યો સૌ છૂટે સૌ સંશયો થકી ।।२१

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.