દૂધે તે ભરી તલાવડી

ઘમ્મર ઘમ્મર મારો ગરબો રે માથે
ને લટક મટક  ચાલે  ઢલકંત ઢેલ

હે  લરફર  સરફર   સૈયર   સંગે
રૂમક  ઝૂમક   જાયે   રૂપ રંગ  રે

હે કેડમાં કંદોરો ને કોટમાં છે દોરો
સાકરિયો સાદ  કંઠે કોયલનો શોર

હે  મદભર  રસભર  નૈન  નચાવે
નાજુક      નમણી     નાગરવેલ

નાજુક      નમણી     નાગરવેલ
નાજુક      નમણી     નાગરવેલ
હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હે વાટકી જેવડી વાવલડી ને
મંઈ  ખોબલો  પાણી માંય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

ગરબો માથે  કોરિયો
માંએ ઝબક દીવડો થાય મારી માડી
ગરબો રૂડો ડોલરીયો
એ તો ઘમ્મરઘમ્મર ઘૂમે મારી માડી

હે તાળીઓની  રમઝટ
હે તાળીઓની  રમઝટ
પગ પગ પડે  ને  ત્યાં
ધરણી ધમધમ થાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

હળવે  હાલું તો  કેડ  ચહી  જાય
હાલું ઉતાવળી તો પગ  લચકાય
સાળુ સંકોરું તો  વાયરે ઉડી જાય
ધડકંતો  છેડલો  સરી  સરી જાય

હે પગને  ઠેકે  ધૂળની ડમરી  ગગનમાં છવાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં
હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે  ઘૂમવા  ગ્યાંતાં

ચ્યમ જઉં  ઘર આંગણીયે આજ
ગરબો  રંગે ચગ્યો મારા વ્હાલા
થઈ  જાઉં  હું  તો   ઘેલી ઘેલી
હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા

હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે   ઘૂમવા  ગ્યાંતાં
હે  દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે
ઝીલણ  ઝીલવા  ગ્યાંતાં  ગરબે   ઘૂમવા  ગ્યાંતાં

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.