શ્રી જમુનાજીની આરતી

જય જય શ્રી જમુના માં જય જય શ્રી જમુના મા
જોતાં જનમ સુધાર્યો નહાતા જીવને ઉગાર્યો ધન્ય ધન્ય તમે જમુના … જય …

શામલડી સૂરત માં (૨), મૂરત માધુરી માં
પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પૂરા માં … જય …

ગહેવર વન ચાલ્યાં માં (૨), ગંભીરે ઘેર્યાં
ચુન્દડીએ ચટકાળાં, પહેર્યાં ને લહેર્યા માં … જય …

ભુજ કંકણ રૂડાં માં (૨), ગુજરીયા ચૂડી માં
બાજું બંધ ને બેરખાં, પહોચી રત્ન જડી માં … જય …

ઝાંઝરને ઝમકે માં (૨), વિછીયા ને દમકે માં
નુપુરને નાદે માં, ઘુઘરીને ઘમકે માં … જય …

સોળે શણગાર સજ્યા માં (૨), નક્વેસર મોતી માં
આભારણમાં ઓપો છો, દર્પણ મુખ જોતી માં … જય …

તટ અંતર રૂડાં માં (૨), શોભિત જળ ભરિયાં માં
મનવાંછિત મુરલીધર, સુંદર વર વરિયા માં … જય …

લાલ કમળ લપટ્યા માં (૨), જોવાને ગ્યાતા માં
કહે માધવ પરિક્રમા, વ્રજની કરવાને ગ્યાતા માં … જય …

શ્રી જમુનાજીની આરતી માં, વિશ્રામ ઘાટે થાય કા
ઠકરાણી ઘાટે  થાય, પુષ્પની વૃષ્ટિ થાય
તેત્રીસ કરોડ દેવતા,દર્શન કરવા જાય માં … જય …

શ્રી જમુનાજીની આરતી માં જે કોઈ ગાશે માં
જે ભાવે ગાશે, તેના જનમ મરણના સંકટ
સર્વે દૂર થાશે, એનો વ્રજમાં વાસ થશે માં … જય …

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.