હાલોને બેની મારી
હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમિયે
હાલોને બેની મારી
હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમિયે
જમુનાને તીર કાનો વાંસડી બજાવે
ગોપ ગોપી ઘેલા થઈ દોડી દોડી આવે
એમની સાથે જઈએ
કાનુડાની સાથે રાસે રમિયે
હાલોને બેની મારી
હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમિયે
મંજિરા રણકે ને ઢોલ વાગે ઢમઢમ
ગોપિયુંના ઝાંઝરિયા ઝમકે રે ઝમઝમ
ઢોલકના તાલે નાચિયે
કાનુડાની સાથે રાસે રમિયે
હાલોને બેની મારી
હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમિયે
Recent Comments